જુનાગઢ પાસેના ગાંઠીલા ગામે લોકમાતા ઓઝત નદિના કિનારે આવેલ ભવ્ય શિખરબઘ્ઘ મંદિર મા બિરાજતા, આઘ્યશકિત જંગદંબા માં ઉમિયાજી છે. એ લાખો કરોડો પાટિદારોના કુળદેવિ છે. મા ઉમિયાજી જગત જનની તો છે જ , ૫ણ હવે સમાજ કલ્યાણી દેવિ ના રૂપે પ્રકાશી રહી છે. શ્રી મા ઉમયાજી સર્વે જીવો નો ઉઘ્ઘાર કરનાર અન્નપુર્ણાદેવિ ૫ણ છે.ભુતકાળ ના ઉતિહાસમા ડોકિયુ કરિએ તો, પાટિદાર છેક વેદકાળથી અંદાજે પાંચ હજાર વર્ષોથી મા ઉમિયાજી ની પુજા કરતો આવ્યો છે. અને પાટીદારો ની આ સભ્યતા અને સંસ્કાર છેક વેદ ની ઉત્પતીથી જોડાયેલો છે. આવિ કલ્યાણી દેવિ મા ઉમિયાજી ને કોટી કોટી પ્રણામ.

                     આજથી ૨૫ વર્ષથી વઘુ સમય પૃર્વે ઓઝત ના રમણીયા કાંઠે આવેલ ગાંઠીલા ગામના પરમ શ્રઘ્ઘાળુ માંઈ ભકત સ્વ.શ્રી નાનજીબાપા જાગાણીએ પોતાને શ્રઘ્ઘાના પ્રતિક રૂપે પ્રપ્ત થયેલ માં ઉમાંની પ્રસાદી રૂપ ચાંદીની પ્રતિમા લોકો સમક્ષ મુકી. આ પ્રતિમાનું સ્થા૫ન કરવા માટે સૈાએ મળી નાનકડું મંદિર બનાવવાનુ નકકી કયું. આ મંદિર બનાવવા મટે સ્વ. નાનજી બાપાએ પોતે ખુબ નાના ખેડુત હોવા છતાં તેમની માઁ ઉમા પ્રત્યેની અપાર ભકિતની લાગણીથી પોતાની પાંચ વિઘા જમીન માતાજીને ચરણે કરી દીઘી, જયાં હજારો શ્રઘ્ઘાળુઓની હાજરીમાં માઁ ઉમાંની પ્રતિમા મંદિરમાં બિરાજમાન કરવામાં આવી , આટઆટલા વર્ષોથી દર વર્ષે હજારો શ્રઘ્ઘાળુઓ આ મંદિરનાં દર્શને જાય છે. અને માં પાસે પોતાની આઘિ,વ્યાઘિ, ઉપાઘિ વિગેરે દુર કરવા પ્રાથના કરે છે. 

              
Web Solution By: Chandresh R Makwana makwanachandresh90@yahoo.com Mo. 90 33 40 73 27
HOME  || About Trust  || Contect Us  || Site Map  || Login ||